

Episode 10 - Chaa Par Vaat - Anirudh Nansi Saathe (Gujarati)
Episode notes
Chaa Par Vaat – Anirudh Nansi
Meet Anirudh Nansi — son of Saraswati Nansi, a state-level kabaddi player from Sangli, and a man with sport written into his DNA. Cricket and swimming shaped everything: his school and college years, and his careers at the Central Bank of India and Mumbai Customs. He went on to qualify as an MCA Level 1 cricket coach and a GMAAA swimming coach. Then, in 2009, a stroke and a diagnosis of cardiomyopathy changed the course of his life, leading — after years of surgeries and setbacks — to a heart transplant in December 2020, a gift from a donor family in Goa. Today, that second heart runs. Anirudh trains with Run India Run and is aiming for his first half marathon this December, wins medals at Mumbai's Masters swimming meets, and represented India at the 2025 World Transplant Games in Dresden, with Belgium 2027 in his sights. He counsels patients awaiting transplants and champions organ donation, because seeing is believing. His is a story of second chances, quiet courage, and one simple belief — that no gift is greater than the gift of life.
મિત્રો, આપ સાંભળી રહ્યા છો આપણી સખી શૈલા શાહને. આજે આપણે અનિરુદ્ધ નાનસી સાથે વાતચીત કરીશું — સાંગલીનાં રાજ્યકક્ષાનાં કબડ્ડી ખેલાડી સરસ્વતી નાનસીના પુત્ર, જેમના ડીએનએમાં રમતગમત વણાયેલી છે. ક્રિકેટ અને સ્વિમિંગે તેમનું શાળા-કોલેજનું જીવન અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તથા મુંબઈ કસ્ટમ્સની કારકિર્દી ઘડી. આગળ જતાં તેઓ MCAના લેવલ-૧ ક્રિકેટ કોચ અને GMAAA માન્ય સ્વિમિંગ કોચ બન્યા. પણ ૨૦૦૯માં આવેલા સ્ટ્રોક અને કાર્ડિયોમાયોપેથીના નિદાને તેમના જીવનનો રાહ બદલી નાખ્યો — વર્ષોની સારવાર અને સર્જરી પછી ડિસેમ્બર ૨૦૨૦માં તેમનું હૃદય પ્રત્યારોપણ થયું, જે ગોવાના એક અંગદાતા પરિવારની ભેટ હતી. આજે એ જ હૃદય સાથે તેઓ દોડે છે — #RunIndiaRun સાથે તાલીમ લઈને આ ડિસેમ્બરે હાફ મેરેથોનનું લક્ષ્ય રાખે છે, મુંબઈની માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધાઓમાં ઇનામો જીતે છે, અને ૨૦૨૫માં જર્મનીના ડ્રેસ્ડન ખાતે યોજાયેલી વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સમાં તેમણે ભાગ લીધો; હવે નજર છે ૨૦૨૭ની બેલ્જિયમ સ્પર્ધા પર. તેઓ પ્રત્યારોપણની રાહ જોતા દર્દીઓને મળીને હિંમત આપે છે અને અંગદાનનો સંદેશ ફેલાવે છે. આ વાત છે બીજી તકની, શાંત હિંમતની, અને એક સાદી શ્રદ્ધાની — અંગદાનથી મોટું કોઈ દાન નથી.